ડુંગળીને સમારતી વખતે શા માટે આંખમાંથી આવે છે આંસુ


By Nileshkumar Zinzuwadiya15, Oct 2024 11:47 PMgujaratijagran.com

લેક્રિમેટર (આંસુ ગેસ)

હકીકતમં ડુંગળી સમારતી વખતે તેમાં કેટલાક પ્રમાણમાં લેક્રિમેટર (આંસુ ગેસ) કમાઉન્ડ નિકળે છે, જે આંખોમાં રહેલ લેક્રિમલ ગ્લેન્ડસ (અશ્રૃ ગ્રંથી)માં પહોંચતા બળતરા થાય છે.

પ્રોપેનેથિયલ-એસ

આ લેક્રિમેટર (આંસુ ગેસ) કમાઉન્ડને સિન-પ્રોપેનેથિયલ-એસ-ઓક્સાઈડ પણ કહે છે.

કેવી રીતે આ સ્થિતિ ટાળી શકાય છે

ડુંગળીના બે ટૂકડા કર્યાં બાદ તેને પાણીમાં રાખો. ત્યારબાદ તેને વધુ સમારો

ચ્યુંઈંગમ ખાવુ

ડુંગળી સમારતી વખતે ચ્યુંઈંગમ ખાવું, તેનાથી આંખોનું ફોકસ એક જ જગ્યાએ નહીં રહે અને આંસુ નહીં આવે.

મૂળવાળી ડુંગળી

આ ઉપરાંત તમે મૂળવાળી ડુંગળીના હિસ્સાને સૌથી પહેલા કાપો, તેનાથી આંસુ ઓછા આવશે.

Benefits of Chiku: ચીકુનું સેવન કરવાના ફાયદા