Benefits of Chiku: ચીકુનું સેવન કરવાના ફાયદા


By Vanraj Dabhi15, Oct 2024 06:34 PMgujaratijagran.com

ચીકુનું સેવન

ચીકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો ચીકુ ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.

પોષક તત્વો

ચીકુમાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ વગેરેથી ભરપૂર હોય છે.

વજન નિયંત્રણ

ચીકુ ખાવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે વ્યક્તિને જલ્દી ભૂખ નથી લાગતી. જેના કારણે વ્યક્તિ વધારે ખાવાનું ટાળે છે અને તેનું વજન નિયંત્રણમાં રહે છે.

હાઈ બ્લડ પ્રેશર

પોટેશિયમથી ભરપૂર ચીકુના નિયમિત સેવનથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

મેન્ટલ હેલ્થ

અનિદ્રા, ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા લોકોએ ચીકુનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા પોષક તત્વો મગજને પૂરતી માત્રામાં ઓક્સિજન પ્રદાન કરીને રાહત આપે છે.

એનર્જી વધારે

ચીકુમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે,જેના કારણે તેના સેવનથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.

ત્વચા માટે ફાયદાકારક

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ચીકુનું સેવન કરવાથી ફ્રી રેડિકલ્સ અને કરચલીઓની સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે.

હાડકાં મજબૂત બનાવે

ફોસ્ફરસ,પોટેશિયમ,કેલ્શિયમ અને આયર્ન સહિત અન્ય ઘણા પોષક તત્વો પણ ચીકુમાં જોવા મળે છે,તેથી તેના સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.

આંખો સ્વસ્થ રાખે છે

ચીકુમાં વિટામિન A હોવાથી તેનું સેવન આંખોને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

વિટામિન સીથી ભરપૂર ચીકુનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને મોસમી રોગોનું જોખમ ઘટાડે છે.

આ રીતે સેવન કરો

રોજ 2-3 ચીકુનું સેવન દિવસ દરમિયાન ફાયદાકારક છે, પરંતુ વ્યક્તિએ તેને સાંજે કે રાત્રે ન ખાવું જોઈએ કારણ કે તેની તાસિર ઠંડી હાવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સ્વાસ્થ વાળ માટે અપનાવો આ ઘરેલું ઉપાય