શિયાળો શરૂ થવા સાથે, મોટાભાગના ઘરોમાં વોટર ગીઝરનો ઉપયોગ વધે છે. દર વર્ષે શિયાળામાં ગીઝર ફાટવાના ઘણા કેસ નોંધાય છે. ચાલો સમજીએ શિયાળામાં આ ઘટના વધવા પાછળના મુખ્ય કારણો.
ગીઝરનું યોગ્ય રીતે મેઇન્ટેનન્સ ન કરવું મુખ્ય કારણ છે. ગીઝરમાં વધતા પ્રેશરને કાબુમાં રાખવા માટે સેફ્ટી વાલ્વ હોય છે. જો આ વાલ્વ ખરાબ થઈ જાય, તો ગીઝર ફાટવાની શક્યતા વધી જાય છે.
દર વર્ષે પ્લમ્બરની મદદથી ગીઝરના વાલ્વ અને ભાગો ચેક કરાવવા, પાણી જલ્દી ગરમ થાય અને ગીઝર એટલી વાર બંધ કરવું કે વધારે પ્રેશર ન બને.
ગીઝરમાં થર્મોસ્ટેટ લગાવેલ હોય છે, જે પાણીનો તાપમાન નિયંત્રિત કરે છે. જો થર્મોસ્ટેટ ખરાબ થાય, તો પાણી ઝડપથી ગરમ થાય છે અને અંદર પ્રેશર વધે છે, પાણી ઝડપથી ઉકળવા લાગે છે.
ગીઝરમાં unusual અવાજ અથવા પાણી ઉકળવાનું નિશાન જોવા મળે તો તરત જ ગીઝર બંધ કરો. થર્મોસ્ટેટનું નિયમિત ચેકઅપ કરાવવું જરૂરી છે.
હાર્ડ વોટર ગીઝરના હીટર અને ટાંકીમાં ક્ષારનો જમાવડો કરે છે. પરિણામે પાણી મોડું ગરમ થાય છે અને હીટર ઓવર હીટ થાય છે.એટલે બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.
વર્ષમાં ઓછામાં ઓછું એકવાર ડી-સ્કેલિંગ કરાવવું. પાણી નરમ બનાવવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ કરવો.
ગીઝરનું નિયમિત સર્વિસિંગ કરાવો. સેફ્ટી વાલ્વ અને થર્મોસ્ટેટ સમયાંતરે ચેક કરો. જો પાણી અતિ જલ્દી ગરમ થાય તો તરત ગીઝર બંધ કરો, હાર્ડ વૉટર માટે ફિલ્ટર અથવા ડી-સ્કેલિંગની સુવિધા અપનાવો.નિયમિત ચેકઅપ અને યોગ્ય વપરાશથી આ ગંભીર દુર્ઘટનાઓથી બચી શકાય છે.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.