Peanut Chikki Recipe: સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મગફળીની ચિક્કી બનાવવાની રીત


By Dimpal Goyal23, Nov 2025 12:40 PMgujaratijagran.com

મગફળીની ચિક્કી

શિયાળામાં મગફળીની ચિક્કી ઘરે સરળતાથી બનાવી શકાય છે.શિયાળામાં તેના સેવનથી શરીરને એનર્જી મળે છે, જે શરદી અને ઉધરસથી બચાવવાની સાથે ઓવરઈટિંગથી બચાવે છે. આજે અમે તમારા માટે એક સિક્રેટ રેસીપી લઈને આવ્યા છીએ, જેને તમે સરળતાથી મગફળીની ચિક્કી તૈયાર કરી શકો છો.

સામગ્રી

250 ગ્રામ મગફળી, 200 ગ્રામ ગોળ, 25 ગ્રામ માખણ,થોડું ઘી (ગ્રીસિંગ માટે)

સ્ટેપ 1

સૌ પ્રથમ મગફળીને એક પેનમાં મધ્યમ આંચ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો ,ધ્યાનમાં રાખો કે મગફળી બળી ન જાય.

સ્ટેપ 2

હવે એક અલગ પેનમાં ગોળ અને 1/2 કપ પાણી ઉમેરીને મધ્યમ તાપ પર રાંધી લો,ગોળ સંપૂર્ણપણે ઓગળે અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ 3

પછી પીગળેલા ગોળમાં મગફળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો, આ મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી બધી મગફળી ગોળ સાથે સારી રીતે કોટ ન થઈ જાય.

સ્ટેપ 4

આ પછી એક ટ્રે અથવા પ્લેટને ઘીથી ગ્રીસ કરો, હવે તૈયાર મિશ્રણને ટ્રેમાં ફેલાવીને ચમચી અથવા રોલિંગ પિનની મદદથી સરખી રીતે ફેલાવો.

સ્ટેપ 5

આ મિશ્રણને ઓછામાં ઓછા 2-3 કલાક માટે ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ ચિક્કીને મનપસંદ આકારમાં કાપી લો.

વાંચતા રહો

આવી જ અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં ખાસ ઘરે બનાવો પૌષ્ટિક ગુંદર પાક, જાણી લો રેસિપી