શિયાળો શરૂ થાય એટલે શરીરને ગરમી અને તાકાત આપતો ગુંદર પાક સૌના ઘરમાં બનતો જ હોય છે. ચાલો હવે ગુંદર પાકની રેસીપી સરળ ભાષામાં, જોઇએ.
એક વાટકી બદામ, અડધી વાટકી કાજુ, નાનો ટુકડો જાયફળ, ઘી, 100 ગ્રામ ગુંદર,વાટકી ઘઉંનો ઝીણો લોટ, વાટકી નાળિયેરની છીણ, ચમચી ખસખસ, ચમચી સુંઠ પાઉડર, વાટકી ગોળ.
ગુંદરને ગ્રાઇન્ડરમાં પીસીને બારીક પાવડર બનાવી લો જેથી તે લોટમાં સરળતા થી મિક્સ થાય.
એક પેન ગરમ કરી 1 ચમચી ઘી ઉમેરો. પછી કાજુ, બદામ 1–2 મિનિટ માટે શેકી લો અને પ્લેટમાં કાઢી લો.
એ જ પેનમાં સૂકું નાળિયેર નાખીને સુગંધ આવે ત્યાં સુધી હળવું શેકો અને બહાર કાઢી લો.પછી શેકેલા ડ્રાયફ્રૂટ્સનો બરછટ પાવડર પણ બનાવી લો.
હવે પેનમાં ઘી નાખીને ગરમ કરો, ગરમ ઘીમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સારી રીતે શેકો. લોટ સોનેરી રંગનો થાય એટલે સમજવું કે તે તૈયાર છે.
આંચ ધીમી કરો અને શેકાયેલા લોટમાં ગુંદરનો પાવડર બેચિસમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરો, ગેસ બંધ કરી દો.
હવે મિશ્રણમાં શેકેલું નાળિયેર, ડ્રાયફ્રૂટ પાવડર, જાયફળ, એલચી પાવડર અને સૂકા આદુનો પાવડર ઉમેરો, છેલ્લે પીસેલો ગોળ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરો.
મિશ્રણને થાળીમાં પાથરી ફેલાવો, ચાકૂથી કટના નિશાન કરીને 40 મિનિટ સેટ થવા દો ત્યાર થયા પછી ટુકડા કરી લો, તમારો ગુંદર પાક છે તૈયાર.
અવનવી રેસીપીની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.