બીટનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે, પરંતુ કેટલાક લોકોએ તેને પીવાથી દૂર રહેવું જોઈએ. આ બાબતે ડાયટ એન્ડ ક્યોરની ડાયેટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ દિવ્યા ગાંધી પાસેથી જાણીએ કે, કોણે બીટનું જ્યુસ ના પીવું જોઈએ.
જે લોકોનું બ્લડ પ્રેશર લૉ હોય, તેમણે બીટનું જ્યુસ ના પીવું જોઈએ, કારણ કે તે તમારું બ્લડ પ્રેશર વધારે ઘટાડી શકે છે. જેના પરિણામે તમને ચક્કર આવી શકે છે.
કેટલાક લોકોને બીટથી એલર્જી હોઈ શકે છે. જો તમને ખંજવાળ, શરીર પર સોજા કે શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય, તો તમારે બીટનું જ્યુસ ના પીવું જોઈએ.
પાચનની સમસ્યા ધરાવતા લોકોને પણ બીટનું જ્યુસ પીવાથી તકલીફ વધી શકે છે. ખાસ કરીને એવા લોકો, જે ઈર્રિટેબલ બાઉલ સિન્ડ્રોમ (EBS)થી પીડિત છે.
બીટનું જ્યુસ ફાઈબરથી ભરપુર હોય છે, જે કેટલાક લોકોની પાચન સબંધિત સમસ્યા વધારી શકે છે. આવી સ્થિતિમાં તમારે ધીમે-ધીમે અને લિમિટમાં જ બીટનું જ્યુસ પીવાનું રાખવું જોઈએ.
બીટુરિયા નામની સમસ્યામાં બીટનું જ્યુસ પીવાથી પેશાબનો રંગ લાલ થઈ શકે છે. જો કે આ કોઈ ગંભીર સમસ્યા નથી, પરંતુ જો આવું થતું હોય તો બીટનું જ્યુસ બંધ કરી દેવું હિતાવહ રહે છે.
જે લોકોને કિડની સબંધિત સમસ્યા હોય અથવા જેમને કિડની સ્ટોન હોય, તેમણે બીટનું જ્યુસ લિમિટમાં લેવું જોઈએ. બીટનું જ્યુસ પીવાથી સ્ટોનના કારણે થતો દુખાવો એકદમ વધી શકે છે.
જો તમે પહેલી વખત બીટનું જ્યુસ પીધુ હોય, તો શરૂઆતમાં ખૂબ જ ઓછું પીવાનું રાખો અને જુઓ કે તેનાથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા તો નથી થઈ રહી ને. જે બાદ ધીમે-ધીમે તમે જ્યુસનું પ્રમાણ વધારી શકો છો.