શિયાળામાં શિંગોડા વિપુલ પ્રમાણમાં વેચાય છે. આ લીલા અને લાલ રંગના હોય છે, જેનો સ્વાદ મીઠો અને રસદાર હોય છે.
શિંગોડામાં મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન એ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીર માટે ફાયદાકારક છે.
આજે અમે તમને કયા લોકોએ ભૂલ શિંગોડા ન ખાવા જોઈએ? ચતેના વિશે વિગતવાર જાણાવીશું.
ડાયાબિટીસ દર્દીઓએ શિંગોડા સમજી વિચારીને ખાવા જોઈએ કારણ કે શિંગોડામાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધુ માત્રામાં જોવા મળે છે.
જે લોકો પહેલાથી જ બ્લડ થિનર દવા લેતા હોય તેમણે ભૂલથી પણ શિંગોડા ન ખાવા જોઈએ.
એલર્જી હોય તેમણે પણ શિંગોડા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી ઉલટી, ઝાડા અને ત્વચા પર ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.
કબજિયાતથી પીડિત લોકોએ શિંગોડાથી બચવું જોઈએ કારણ કે શિંગોડામાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.
કિડનીના દર્દીઓએ શિંગોડા ખાવાનું ટાળવું જોઈએ. આ લોકોને વધુ પડતું સોડિયમ ખાવાની મનાઈ છે અને શિંગોડામાં સોડિયમ હોય છે.
જીવનશૈલી સાથે જોડાયેલા તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.