Guava Benefits: શિયાળામાં જામફળ ખાવાના ફાયદા


By Vanraj Dabhi10, Nov 2024 11:10 AMgujaratijagran.com

જામફળનું સેવન

શિયાળાની ઋતુમાં માર્કેટમાં જામફળ જોવા મળતા હોય છે, જામફળ એક એવું ફ્રૂટ છે કે, જે દરેકને ભાવે છે. ચાલો જાણીએ જામફળ ખાવાના અદ્ભુત ફાયદા વિશે.

પોષક તત્વો

જામફળમાં ફાઈબર, લાઈકોપીન, વિટામિન-C, વિટામીન-A, થિયામીન, રિબોફ્લેવિન, કેરાટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

રોગપ્રતિકારક શક્તિ

જામફળમાં વિટામિન C પૂરતા પ્રમાણમાં હોય છે, તેના સેવનથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક

જામફળમાં ઓછી કેલરી અને પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

સુગરને કંટ્રોલ કરે

જામફળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

પાચન તંત્રને મજબૂત કરે

જામફળનું રોજ સેવન કરવાથી પાચનતંત્રને મજબૂત બને છે. તેનાથી કબજિયાત દૂર થાય છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે

જામફળનું દરરોજ સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sweet Potato Benefits: શિયાળામાં શક્કરિયા ખાવાના ફાયદા