Till Laddu: તલ કે તલના લાડુ કોણે ન ખાવા જોઈએ,જાણો એક્સપર્ટનો અભિપ્રાય


By Vanraj Dabhi28, Nov 2024 05:16 PMgujaratijagran.com

તલનું સેવન ટાળો

શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન રુપ છે, પરતું કેટલાક લોકોને તલ કે તલના લાડુનું સેવન કરવાથી પરેશાની થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દી

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે તલના લાડુનું સેવન ટાળવું જોઈએ. તલના લાડુ ગોળમાંથી બને છે, જે બ્લડ શુગર લેવલ વધારી શકે છે.

મેદસ્વીપણું

જો તમારું વજન વધારે હોય તો પણ તમારે તલના લાડુ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી તમારું વજન વધી શકે છે.

લો બીપી

જો શરીરમાં બીપીનું સ્તર લો રહે છે, તો તેમને તલના લાડુ ખાવાનું ટાળવું જોઈએ. તલમાં બીપી ઘટાડવાના ગુણ હોય છે.

શરીરમાં સોજો

જો શરીરમાં સોજો આવી ગયો હોય તો પણ તલના લાડુનું સેવન ન કરવું જોઈએ. તલના લાડુમાં હાજર ગોળમાં સુક્રોઝ જોવા મળે છે, જે શરીરમાં સોજો વધારે છે.

પાચનતંત્ર નબળું

જો પાચનતંત્ર નબળું હોય તો તલનું સેવન ન કરવું જોઈએ.તેના વધુ સેવનથી કબજિયાત, ઝાડા વગેરે થઈ શકે છે.

એલર્જી

કેટલાક લોકોને તલની એલર્જી હોય તેમણે તલનું સેવન ટાળવું જોઈએ. તલનું સેવન પણ નુકસાનકારક બની શકે છે.

રક્તસ્રાવ

આયુર્વેદ અનુસાર,તલના વધુ પડતા સેવનથી પિત્ત અસંતુલિત થઈ જાય છે. આ માસિક સ્રાવ દરમિયાન વધુ પડતા રક્તસ્રાવનું કારણ બની શકે છે. તમને પીરિયડ્સ દરમિયાન હોટ ફ્લૅશ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

એક દિવસમાં 5 ગ્રામ તલ ખાવ

એક દિવસમાં 5 ગ્રામ સુધી તલનું સેવન કરવું સલામત છે. તેનાથી વધુ સેવન પણ નુકસાનકારક હોઈ શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Winter Recipes: શિયાળામાં સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ લાડુનું સેવન કરો