Winter Recipes: શિયાળામાં સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ લાડુનું સેવન કર


By Vanraj Dabhi28, Nov 2024 04:47 PMgujaratijagran.com

લાડુનું સેવન

શિયાળામાં સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. ઠંડીને કારણે સાંધા અને હાડકાં સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. દુખાવામાં રાહત મેળવવા માટે તમે આ લાડુનું સેવન કરી શકો છો.

ડ્રાયફ્રૂટ્સ લાડુ

ડ્રાયફ્રૂટ્સ લાડુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ખાવાથી શરીરને એનર્જીની સાથે હાડકાં મજબૂત બનાવે છે.

તલ ગોળના લાડુ

તલ અને ગોળના લાડુ હાડકા માટે ફાયદાકારક છે. તલમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

અળસીના લાડુ

ફ્લેક્સસીડ લાડુ પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

મેથી અને સૂંઠના લાડુ

હાડકાં અને સ્નાયુઓ પણ મજબૂત બનશે. મેથી અને સૂંઠના લાડુ ખાવાથી પણ સાંધાના દુખાવામાં આરામ મળે છે.

ગુંદના લાડુ

આ લાડુ ખાવાથી શિયાળામાં શરીરના દુખાવામાં આરામ મળે છે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તમે રોજ એક ગુંદના લાડુનું સેવન કરી શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Raisin Water: આ લોકો ભૂલથી પણ ના પીવે કિશમિશનું પાણી, ફાયદાના ચક્કરમાં સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન