Raisin Water: આ લોકોએ ભૂલથી પણ ના પીવું જોઈએ કિશમિશનું પાણી


By Sanket M Parekh28, Nov 2024 03:46 PMgujaratijagran.com

કિશમિશનું પાણી

કિશમિશ અર્થાત કાળી દ્રાક્ષ એક ડ્રાય ફ્રૂટ્સ છે. જેને પલાળીને તેનું પાણી તૈયાર કરવામાં આવે છે. જે અનેક સમસ્યા માટે દવાનું કામ કરે છે. જો કે કેટલીક કંડિશનમાં કિશમિશનું પાણી શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

કિશમિશના પાણીથી નુકસાન

કિશમિશનું પાણી ભલે સ્વાસ્થ્ય માટે સારું હોય, પરંતુ જો તમને 4 સમસ્યા હોય, તો તેને પીવાથી બચવું જ રહ્યું.

મોટાપાની સમસ્યા

જો તમને પહેલાથી જ મોટાપો હોય એટલે કે પેટ ફુગ્ગાની માફક ફુલેલું હોય, તો તમારે કિશમિશનું પાણી ના પીવું જોઈએ. કિશમિશના પાણીમાં હાઈ કેલરી મળી આવે છે, જે વજન વધારવાનું કામ કરે છે.

કિડનીના દર્દી

જો તમને કિડનીની સમસ્યા હોય, તો પણ કિશમિશનું પાણી ના પીવું જોઈએ. કિશમિશનું પાણી પીવાથી કિડનીની સમસ્યા વકરી શકે છે.

પાચનની સમસ્યા

જો તમને ઈરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ અર્થાત પાચન સાથે સંકળાયેલી સમસ્યા હોય, તો કિશમિશનું પાણી ના પીવું જોઈએ. હકીકતમાં કિશમિશમાં ભરપુર ફાઈબર મળી આવે છે, જે તમારી પાચન સબંધિત સમસ્યાને વધારે જટીલ બનાવી શકે છે.

ડાયાબિટીસના દર્દી

ડાયાબિટીસના દર્દીઓએ પણ કિશમિશનું પાણી ના પીવું જોઈએ. હકીકતમાં કિશમિશમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધારે હોય છે, જેનાથી બ્લડ સુગર વધવા માંડે છે.

Carrot Juice Benefits: ગુણોનો ખજાનો છે ગાજરનું જ્યૂસ, શિયાળામાં પીવાથી સ્વાસ્થ્યને થશે ગજબ ફાયદા