બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો સારા સ્વાસ્થ્ય માટે પીવે છે. પરંતુ કેટલાક લોકો માટે બ્લેક કોફીનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે, આજે અમે તમને તેના ગેરફાયદા જણાવીશું.
બ્લેક કોફીમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. આનાથી પેટમાં એસિડિટી, હાર્ટબર્ન, ગેસ અને અલ્સર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
બ્લેક કોફીમાં કેફીન હોય છે, જે મગજને ઉત્તેજીત કરી શકે છે. આનાથી ઊંઘ પર વધુ અસર પડી શકે છે. તેથી અનિદ્રાથી પિડીત લોકોએ રાત્રે સૂતા પહેલા આનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
જે લોકો પહેલાથી જ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમને બ્લેક કોફી ન પીવી જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું કેફીન લેવાથી ગર્ભાશયમાં રહેલા બાળકના વિકાસ અને ગર્ભપાતનું જોખમ વધારે રહે છે.
બ્લેક કોફી આયર્ન અને કેલ્શિયમના શોષણ કરી શકે છે.વધુ સમય સુધી તેનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધી શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.