અંજીર અને દૂધનું કૉમ્બિનેશન વજન વધારવા માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જેમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા સાથે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. અંજીર ભૂખ વધારવામાં મદદ કરે છે, જેના પરિણામે વજન વધારવામાં સરળતા રહે છે.
અંજીર અને દૂધમાં કેલ્શિયમ ભરપુર હોય છે. જેનાથી માત્ર હાડકા જ મજબૂત નથી બનતા, પરંતુ વજન વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
જો તમે વજન વધારવા માંગતા હોવ, તો તમારે દૂધમાં વધારે અંજીર મિક્સ કરીને ખાવા જોઈએ. ઓછા અંજીર નાંખીને તેનું સેવન કરવાથી વજન વધવાની પ્રક્રિયા મંદ પડી જાય છે.
અંજીર પાચન તંત્રને સુધારે છે. જેનાથી પેટ સબંધિત સમસ્યા જેમ કે અપચો, પેટમાં ચૂંક અને કબજિયાત દૂર થાય છે. જેનાથી શરીરનું વજન ઝડપથી વધે છે.
અંજીરમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે. જે શરીરને એનરજી આપવામાં મદદ કરે છે. જેનાથી વજન વધવામાં સરળતા રહે છે.
અંજીરમાં આયરન, મેગ્નેશિયમ અને ફાસ્ફોરસ પણ મળી આવે છે, જે શરીરને સ્વસ્થ બનાવી રાખે છે. જે વજન વધારવા માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.
અંજીર અને દૂધનું સેવન રાતના સમયે કરવું જોઈએ. જે શરીરને રાતભર એનર્જી અને પોષણ પુરુ પાડે છે. જેના પરિણામે વજન વધારવામાં મદદ મળે છે.
રાતે એક ગ્લાસ દૂધમાં 2-3 અંજીર નાંખીને ઉકાળી લો, જે બાદ તેને પીવાથી રાતે ગાઢ ઊંઘ આવવામાં મદદ મળે છે. જેનાથી વહેલી સવારે પેટ સરળતાથી સાફ થઈ જશે.