ગુજરાતના લોકસંગીત અને ગરબાની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ઉભરતા કલાકાર એટલે કિંજલ રબારી.
કિંજલ રબારીનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર પાસેના સિનાડ ગામમાં એક રબારી પરિવારમાં થયો હતો.
કિંજલબેન રબારીનું શિક્ષણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શરૂ થયું. તેઓ ધોરણ 1 થી 8 સુધી સિનાડની સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યાં.
કિંજલે પોતાની ગાયકીની સફર નાના કાર્યક્રમો અને ભજનોથી કરી હતી. તેમની મહેનતે આજે તેમને આ મુકામ પર પહોંચાડ્યા છે.
ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેમના ગીતો અને વીડિયો લાખો લોકો જુએ છે, જેના કારણે તે ટૂંકા સમયમાં લોકપ્રિય બન્યા છે.
કિંજલ હંમેશા રબારી સમાજના ટ્રેડિશનલ પહેરવેશ અને ઘરેણાંમાં જોવા મળે છે, જે તેમની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
ગરબા હોય કે ડાયરો, કિંજલ રબારીના પાવરફુલ અવાજ અને એનર્જીને કારણે લોકો ઝૂમી ઉઠે છે.
તેમના અનેક ગુજરાતી ગીતો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં રહે છે, જે યુવાનોમાં ખૂબ જ ફેમસ છે.
ગુજરાતી લોકસંગીતને દુનિયાભરમાં ગુંજતું કરવું અને નવા પ્રયોગો કરવા એ તેમનું મુખ્ય લક્ષ્ય છે.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.