સત્યનારાયણ ભગવાનના પ્રસાદ જેવો રવાનો શીરો બનાવવાની રીત


By Dimpal Goyal16, Mar 2026 11:37 AMgujaratijagran.com

રવાનો શીરો

રવાના શીરાની વાત આવે એટલે સત્યનારાયણ ભગવાનના પ્રસાદ યાદ આવી જાય છે. આજે આવો રવાનો શીરો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી જાણીશું.

રવાનો શીરો બનાવવાની સામગ્રી

રવો,ઘી,દૂધ,સાકર,બદામ,કાજુ-કિસમિસ,એલચીનો પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક નોન-સ્ટીક પેનમાં ઘી નાખીને ગરમ કરી પછી તેમાં રવો ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે થોડીવાર ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રવાને શેકી લો.

સ્ટેપ- 3

હવે તેમાં શેકેલ રવામાં દૂધ,ગરમ પાણી અને સાકર નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે તેમાં સમારેલ કાજુ-કિસમિસ,બદામ,પિસ્તા,અખરોટ વગેરે ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં ઈલાયચી પાવડર અને કેસર ગાર્નિશ કરીને ગરમાં-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બ્લડ સુગર કંટ્રોલ માટે મોરિંગા લાડુ બનાવવાની રીત