Low Hemoglobin: શરીરમાં હિમોગ્લોબિન ઓછું થવા પર શું થાય?


By Sanket M Parekh12, Oct 2025 04:11 PMgujaratijagran.com

ગંભીર સમસ્યા

હિમોગ્લોબિન લૉ થવાનો અર્થ શરીરમાં રેડ બ્લડ સેલ્સની ઉણપ. જેના પરિણામે શરીરમાં ઑક્સિજનનો પ્રવાહ ઓછો થવા લાગે છે. જો સમયસર તેની સારવાર ના કરવામાં આવે, તો સ્વાસ્થ્ય સબંધિત ગંભીર સમસ્યા થઈ શકે છે. તો ચાલો શરીરમાં હિમોગ્લોબિન લો થઈ ગયું તેની ખબર કેવી રીતે પડે, તેના વિશે જાણીએ..

થાક અને નબળાઈ

શરીરમાં આયર્ન, વિટામિન-બી12 અને ફોલેટની ઉણપને કારણે હિમોગ્લોબિનનું સ્તર ઘટી શકે છે. જેના પરિણામે કાયમ શરીરમાં થાક કે નબળાઇની સમસ્યા અનુભવાઈ શકે છે.

સ્કિન પીળી પડવી

રેડ બ્લડ સેલ્સ ઓછા થવાના કારણે ત્વચાની રંગત બદલાઈ જાય છે અને સ્કિનનો રંગ આછો પીળો થઈ શકે છે.

માથામાં દુખાવો અને ચક્કર

હિમોગ્લોબિન લૉ થવા પર ચક્કર આવવા, માથુ દુખવું તેમજ હ્રદયના ધબકારા પણ અનિયમિત થઈ શકે છે. શરીરમાં ઑક્સિજનના યોગ્ય પ્રવાહના અભાવે હ્રદયના સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર થાય છે.

હાથ-પગ ઠંડા પડવા

હિમોગ્લોબિન લૉ થવા પર હથેળી અને પગના તળિયા ઠંડા પડી જાય છે. હકીકતમાં લોહીમાં ઓક્સિજનની ઉણપ અને રેડ બ્લડ સેલ્સની ઉણપને કારણે આવું થતું હોય છે.

છાતીમાં દુખાવો

હિમોગ્લોબિન લૉ થવા પર શરીરમાં ઑક્સિજનનો પ્રવાહ પણ ઓછો થવા લાગે છે. જેના પરિણામે હ્રદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને છાતીમાં દુખાવો ઉપડે છે.

કંઈ બાબતોની કાળજી રાખવી

હિમોગ્લોબિન લૉ થવાના લક્ષણોને નજરઅંદાજ ના કરવા જોઈએ. જેનાથી હાર્ટ સબંધિત બીમારી કે ઑર્ગન ડેમેજની સંભાવના અનેકગણી વધી જાય છે. પ્રેગ્નેન્સીમાં હીમોગ્લોબિન લો ક્યારેય ના થવું જોઈએ. જેના કારણે બાળકોનો વિકાસ યોગ્ય રીતે નથી થઈ શકતો અને પ્રીમેચ્યોર બેબીનો જન્મ થાય છે.

ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થવા પર દાડમ, બીટ, પાલક, સફરજનને તમારી ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ સિવાય તમારા શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ.

Kidney Health: શું કરવાથી કિડની કાયમ માટે સ્વસ્થ રહે?