Kidney Health: શું કરવાથી કિડની કાયમ માટે સ્વસ્થ રહે?


By Sanket M Parekh12, Oct 2025 04:06 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

કિડની આપણા શરીરનું સૌથી અગત્યનું અંગ છે. આથી તે સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે. પ્રયાગરાજ સ્થિત યુનાઇટેડ મેડિસિટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડૉ. આદર્શ દુબે પાસેથી જાણીએ કિડનીને કાયમ માટે સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ?

શરીરને હાઇડ્રેટેડ રાખો

કિડનીને હંમેશા સ્વસ્થ રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી છે. તેના માટે દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

સ્વચ્છ આહારનું સેવન કરો

કિડનીને તંદુરસ્ત રાખવા માટે, તમારે તમારો આહાર સાફ અને સ્વચ્છ રાખવો જોઈએ. તમારી રોજિંદી ડાયટમાં ફળો, આખા અનાજ, શાકભાજી અને કેટલાક હેલ્ધી પીણાંનો સમાવેશ કરો. વધારે પ્રમાણમાં તળેલું-શેકેલું ખાવાથી બચવું જોઈએ.

મીઠાનું સેવન મર્યાદિત કરો

જો તમારે કિડનીને હેલ્ધી રાખવી હોય, તો તમારા આહારમાં મીઠાની માત્રા મર્યાદિત કરો. વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને તેની સાથે કિડનીનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

યોગ અને કસરત કરો

કિડનીને સ્વસ્થ રાખવા માટે દરરોજ યોગ અને કસરત કરવી જોઈએ. યોગ અને કસરત કિડનીની સાથે-સાથે શરીરના અન્ય અંગોનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પણ મદદરૂપ થાય છે.

તણાવ ઓછો કરો

કિડનીને હેલ્ધી રાખવા માટે તણાવ લેવાનું ટાળો. સ્ટ્રેસ લેવાથી કિડની પર નકારાત્મક અસર પડી શકે છે.

વજન નિયંત્રણમાં રાખો

તમારે તમારા વજનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે. વધતા વજનની ખરાબ અસર કિડની પર પડી શકે છે.

કિડનીની તપાસ કરાવો

કિડનીને સ્વસ્થ રાખવા માટે કિડનીની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ. આમ કરવાથી કોઈપણ સમસ્યા વિશે વહેલી ખબર પડી શકે છે.

બ્લડ પ્રેશર ઓછું કરવા માટે આ ડાયટ ફોલો કરો