વધારે મીઠાઈ ખાવાને લીધે વજન ઝડપથી વધે છે. ગળી ચીજોમાં કેલેરી વધારે હોય છે.


By Kajal Chauhan25, Oct 2024 05:43 PMgujaratijagran.com

હાર્ટ એટેક

જરુર કરતાં વધારે ગળ્યું ખાવાથી હદય પર ગંભીર અસર પડે છે. કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. હદય સાથે જોડાયેલી બિમારીઓ વધે છે.

સ્કિનની સમસ્યાઓ

વધારે ગળ્યું ખાવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જેના કારણે ત્વચા નિસ્તેજ થવી, ઓઈલી સ્ક્રીન જેવી સમસ્યાઓ સર્જાય છે.

હાડકાં નબળાં પડવા

વધારે ગળ્યું ખાવાથી હાડકાઓ નબળા પડે છે. જેના કારણે સંધિવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

બ્લડ શુગર વધવું

વધારે મીઠાઈ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધે છે. જે ધીરે ધીરે ડાયાબિટીશનું કારણ બની શકે છે.

સાંધામાં દુખાવો

વધારે મીઠાઈ ખાવાથી સાંધામાં દુખાવો થઈ શકે છે.

શરીર ડિહાઈડ્રેટ

વધારે મીઠાઈ ખાવાથી શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે. આ માટે મીઠાઈના સેવન બાદ વધારે પાણી પીવું જોઈએ.

જો તમે પણ વધારે ગળ્યું ખાવ છો તો સાવધાન થઈ જાવ

Benefits Of Jaggery: આ સમયે ગોળ ખાવાથી દૂર રહે છે ગંભીર બીમારીઓ