ઘણાં લોકોને ભોજન સાથે ગોળ ખાવું ગમતું હોય છે. જેને નિયમિત ખાવાથી શરીરમાં ફેરફાર દેખાવા લાગે છે. તો ચાલો જાણીએ ક્યા સમયે ગોળ ખાવાથી ગંભીર બીમારીઓ નથી થતી.
શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જેના માટે ડાયટમાં પોષક તત્વો યુક્ત ફૂડને સામેલ કરવા જોઈએ.
ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ, લોહ, જીંક અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.
ખાલી પેટ ગોળ ખાઈને પાણી પીવું સારું છે. જેનાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને પેટ સાથં સંકળાયેલી અન્ય સમસ્યાઓનો ખતરો ટળે છે.
ગોળ ખાવાથી પાચન એન્જાઈમ સક્રિય થાય છે. ભરપેટ ભોજન બાદ ગોળ ખાવાથી પેટ ફુલવા, ગેસ, એસિડિટીની સમસ્યા દૂર રહે છે.
રાતે સૂતા પહેલા ગોળ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત રહે છે. જેનાથી શરીરમાં ઈન્ફેક્શન થવાનો ખતરો પણ ટળે છે. આ ઉપરાંત રાતે ગાઢ ઊંઘ પણ આવે છે.
ગોળમાં પુષ્કળ પ્રમાણમાં આયરન હોય છે. જેને ખાવાથી એનિમિયાનો ખતરો ઘટી જાય છે. આ સાથે જ શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધવા માંડે છે.
ગોળમાં કેલ્શિયમ અને ફૉસ્ફોરસ મળી આવે છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. ગોળ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.