આજકાલ વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે બ્લડ પ્રેશર વધવાની સમસ્યા સામાન્ય થઈ જાય છે. જો તમે પણ વધેલા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માંગતા હોવ, તો દવાઓની જગ્યાએ યોગનો સહારો લઈ શકો છો.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે મોટાભાગના લોકો દવાઓ લેતા હોય છે. જો કો તમે દવાની જગ્યાએ યોગની મદદ લઈ શકો છો. યોગથી બ્લડ પ્રેશર કંટ્રોલ થવા ઉપરાંત શરીરને અન્ય અનેક ફાયદા થાય છે.
દરરોજ સવારે ઉઠીને ભુજંગાસનનો અભ્યાસ કરવાથી શરીરમાં બ્લડ અને ઑક્સિજનનો ફ્લો સુધરે છે. આ સાથે જ આ આસન સ્ટ્રેસને દૂર કરીને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
શવાસન એક સરળ પોઝ છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. આ આસન મગજને શાંત કરવા સાથે તણાવ પણ ઘટાડે છે. માથામાં દુખાવો અને થાક જેવી સમસ્યાથી બચી શકો છો. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
દરરોજ બાલાસનનો અભ્યાસ કરવાથી સ્ટ્રેસ ઘટાડી શકાય છે. આ સાથે જ બાલાસન કરવાથી સમગ્ર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
સુખાસન કરવાથી શ્વાસ રેગ્યુલેટ કરી શકાય છે. આ સાથે જ મગજ અને મનને શાંતિ મળે છે. એવામાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી શકાય છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે સેતુ બંધ સર્વાગાસન એક સારો ઑપ્શન છે. જેને કરવાથી મગજ શાંત રહે છે અને તણાવને પણ ઘટાડી શકાય છે.