Dates Soaked in Ghee: ઘીમાં ખજૂર પલાળીને ખાવાથી શું થાય છે?


By Sanket M Parekh09, Oct 2024 03:54 PMgujaratijagran.com

ઘી અને ખજૂર

ખજૂર ફાઈબર, આયરન, કેલ્શિયમ, વિટામિન્સ અને મેગ્નેશિયમ્સથી ભરપુર હોય છે. જ્યારે ઘીમાં ઓમેગા-3, ફેટી એસિડ અને વિટામિન્સ મળી આવે છે.

ફાયદા

આજે અમે આપને જણાવીશું કે, જો ઘીમાં ખજૂર પલાળીને ખાવામાં આવે, તો સ્વાસ્થ્યને ફાયદો મળે છે. તો ચાલો તેના વિશે જાણીએ...

આયરનથી ભરપુર

ઘીમાં ખજૂર પલાળીને ખાવાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધી જાય છે. જેના પગલે તમારી બૉડીમાં ક્યારેય આયરનની કમી નથી થતી.

હોર્મોન બેલેન્સ

હોર્મોન બેલેન્સ કરવા માટે તમારે ઘીમાં ખજૂર પલાળીને ખાવી જોઈએ. જે હેલ્ધી ફેટ અને નેચરલ સુગરથી ભરપુર હોય છે.

એનર્જીથી ભરપુર

ઘીમાં ખજૂર પલાળીને ખાવાથી તમને તરત જ એનર્જી મળી શકે છે, કારણ કે તે નેચરલ સુગર અને હેલ્ધી ફેટથી ભરપુર હોય છે.

સ્કિન ચમકદાર

જો તમે તમારી સ્કિનને ચમકદાર બનાવવા માંગો છો, તો તેના માટે તમારે દરરોજ ઘીમાં ખજૂર પલાળીને ખાવી જોઈએ.

ઈમ્યૂનિટી બૂસ્ટ

હેલ્થ એક્સપર્ટના મતે, ઘીમાં ખજૂર પલાળીને ખાવાથી ઈમ્યુનિટી મજબૂત બની શકે છે, કારણ કે તે એન્ટી માઈક્રોબિયલ ગુણોથી ભરપુર હોય છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

ખજૂરમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એવામાં તમારે ઘીમાં ખજૂર પલાળીને ખાવી જોઈએ.

Honey Lemon Water: ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી મળશે ગજબ ફાયદા