Honey Lemon Water: ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી મળશે ગજબ ફાયદા


By Sanket M Parekh09, Oct 2024 03:49 PMgujaratijagran.com

પાણી, મધ અને લીંબુનો રસ

1 ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી મધ અને 5 ટીપા લીંબુનો રસ મિક્સ કરીને તેને બરાબર હલાવીને ડ્રિન્ક તૈયાર કરી લો.

પાચન સુધરશે

નિયમિત રીતે આ ડ્રિન્ક પીવાથી પાચન સુધરે છે. કબજિયાત અને ગેસ જેવી સમસ્યામાંથી આ પ્રકારનું પીણું છૂટકારો આપી શકે છે.

ઈમ્યુનિટી મજબૂત બનાવે

જો ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવો છો, તો ઈમ્યુનિટી મજબૂત બને છે, કારણ કે આ ડ્રિન્કસમાં વિટામિન્સ મળી આવે છે.

વજન ઘટે

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો ડાયટમાં ગરમ પાણીમાં મધ અને લીંબુના ડ્રિન્ક્સને સામેલ કરવું જોઈએ. આ ડ્રિન્ક વજન ઘટાડવામાં મદદ કરે છે.

બૉડી ડિટૉક્સ

ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી બૉડી ડિટોક્સ થાય છે. એટલે કે શરીરમાંથી હાનિકારક તત્વો બહાર થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સુધરે છે.

ત્વચા પર નિખાર

ગરમ પાણીમાં મધ અને લીંબુનું મિશ્રણ પીવાથી સ્કિનને પણ ફાયદો થાય છે. હકીકતમાં આ પીણું પીવાથી સ્કિનને નેચરલ ગ્લો મળે છે.

Beetroot Juice: દરરોજ બીટનું જ્યૂસ પીવાના અઢળક ફાયદા, આ બીમારીઓ રહેશે દૂર