મોટાભાગના ઘરોમાં આદુનો ઉપયોગ થાય છે. ઔષધીય ગુણોથી ભરપુર આદુમાં અઢળક પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય સબંધિત અનેક સમસ્યામાં રાહત મળે છે. આ બાબતે ફિટ ક્લીનિકના ડાયેટિશિયન સુમન પાસેથી જાણીએ શેકેલુ આદુ ખાવાથી શું થાય?
આદુમાં આયરન, ફાઈબર, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન C અને D જેવા પોષક તત્વો મળી આવે છે. આ સાથે જ તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ પણ હોય છે. એવામાં શેકેલુ આદુ ખાવાથી સ્વાસ્થ્યને ચમત્કારિક ફાયદા થઈ શકે છે.
આદુમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. આથી તેને શેકીને ખાવાથી વજન ઉતારવામાં અને પેટની ચરબી ઓગાળવામાં તેમજ ભૂખ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
આદુમાં એનાલ્જેસિક તત્વ અને એન્ટી ઈફ્લેમેન્ટરીના ગુણ મળી આવે છે. એવામાં આદુને શેકીને ખાવાથી ઘૂંટણમાં દુખાવો, મસલ્સ પેઈન અને સાંધામાં સોજા ઉતારવામાં મદદ મળે છે.
આદુમાં સારા એવા પ્રમાણમાં વિટામિન C અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેથી તેને શેકીને ખાવાથી શરીરની ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ મળે છે.
આદુમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે. આથી તેને શેકીને ખાવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં અને શરીરમાં ઈસ્યુલિનના લેવલને ઓછું કરવામાં મદદ મળે છે.
આદુમાં ફાઈબર જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. આથી તેને શેકીને ખાવાથી પેટમાં દુખાવો, ચૂંક, ગેસ અને એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે. આ સાથે જ પાચન તંત્ર સુધરે છે. જો કે એક વાતનું ધ્યાન રાખજો કે, શેકેલા આદુનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું.
આદુમાં સારા એવા પ્રમાણમાં એન્ટી-ઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જેને શેકીને ખાવાથી શરીરમાં રહેલા સોજા ઉતારવામાં મદદ મળે છે.