Ayurvedic Remedy: ગળાની ખારાશ દૂર કરવા અજમાવો આ આયુર્વેદિક નુસખો


By Sanket M Parekh10, Jan 2025 04:18 PMgujaratijagran.com

શિયાળામાં સામાન્ય સમસ્યા

શિયાળાની સિઝનમાં ખાંસી, ગળામાં ખારાશ અને ઈન્ફેક્શનની સમસ્યા સમાન્ય હોય છે. એવામાં તેમાંથી રાહત મેળવવા માટે તમે આદુ અથવા સૂંઠને મધ સાથે લઈ શકો છો. જેનાથી આ સમસ્યામાં આરામ મળવા સાથે સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા થશે.

આદુમાં રહેલા ઔષધિય ગુણ

ઔષધીય ગુણોથી ભરપુર આદુમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ફાઈબર, વિટામિન્સ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જે ઈન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. આદુની જગ્યાએ તમે સૂંઠના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો.

મધમાં રહેલા ઔષધીય ગુણ

મધમાં વિટામિન C, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જેનાથી ગળામાં ખારાશ અને ઈન્ફેક્શન સાથે સંકળાયેલી સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

ગળાની ખારાશમાં રાહત

મધ અને આદુમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જેનું સેવન કરવાથી ગળાની ખારાશ અને કાંકડા પર સોજામાં આરામ મળે છે.

શરદી-ખાંસી દૂર કરે

મધ અને આદુમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરની ઈમ્યુનિટીને બૂસ્ટ કરવા અને શરદી-ખાંસી જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

ફેફસાની સમસ્યામાં આરામ

મધ અને આદુ કે સૂંઠમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ મળી આવે છે. જેને સાથે ખાવાથી ફેફસા સાફ કરવા અને તેને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ સાથે જ શ્વસન સબંધિત સમસ્યામાં પણ આરામ મળે છે.

મધ અને આદુના અન્ય ફાયદા

મધ અને આદુને સાથે ખાવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા, હાડકાને મજબૂત બનાવવા, શરીરને ડિટોક્સ કરવા અને વજન ઉતારવામાં મદદ મળે છે.

કેવી રીતે સેવન કરશો?

ગળાની ખારાશ દૂર કરવા માટે એક ચમચી મધમાં અડધી ચમચી આદુની છીણ અથવા સૂંઠનો પાવડર મિક્સ કરીને ખાઈ જવા જોઈએ.જેનાથી ગળામાં ઈન્ફેક્શન અને કાંકડા પર સોજા ઉતારવામાં મદદ મળશે.

શરીરમાં વિટામિન B12ની ઉણપ કેવી રીતે જાણી શકાય?