Eat Soaked Walnuts: પલાળેલી અખરોટ ખાવાથી શું થાય?


By Sanket M Parekh08, Nov 2024 04:02 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર અખરોટ

અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ફાસ્ફોરસ, કૉપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેના અનેક પોષક તત્વો મળી આવે છે. પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે રામબાણ મનાય છે. જે સ્વાસ્થ્ય માટે દવાથી કમ નથી.

ડાયાબિટીશ કંટ્રોલ

જો તમે ડાયાબિટીશના દર્દી હોવ તો અખરોટનું સેવન અચૂક કરવું જોઈએ. પલાળેલી અખરોટ ખાવાથી ડાયાબિટીશ કંટ્રોલમાં આવી શકે છે.

મજબૂત હાડકા

અખરોટમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આથી પલાળેલી અખરોટ ખાવાથી હાડકા અને દાંત મજબૂત બને છે.

પાચન સુધારે

જો તમે પણ દરરોજ પલાળેલી બદામનું સેવન કરો છો, તો તમને પાચન સાથે સંકળાયેલી સમસ્યામાં આરામ મળે છે. પેટ સબંધિત બીમારીમાં અખરોટ રામબાણ હોય છે.

કેન્સરનો ખતરો ટળે

અખરોટનું સેવન કેન્સરથી બચવા માટે પણ કરી શકાય છે. એમાં પણ પલાળેલી અખરોટ ખાવાથી કેન્સરનો ખતરો ટળે છે.

વજન ઉતારે

જો કોઈ વ્યક્તિ વધી રહેલા વજનથી પરેશાન હોય, તો તેણે દરરોજ પલાળેલી બદામ ખાવી જોઈએ. જેનું સેવન કરવાથી વજન ઝડપથી ઉતરવા લાગે છે.

Cholesterol: શિયાળામાં આ 3 કારણોસર શરીરમાં વધી જાય છે બેડ કૉલેસ્ટ્રોલ, બચવા માટે આટલું કરો