અનહેલ્ધી ખોરાક ખાવાના કારણે શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે. જેના કારણે હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. આ એક લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી સમસ્યા છે.
શિયાળાની સિઝનમાં બેડ કૉલેસ્ટ્રોલનું લેવલ વધવા પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર હોય છે. જો તમે આ કારણો જાણી લેશો, તો તેનાથી બચી શકાય છે.
શિયાળાની સિઝનમાં ઠંડીના કારણે લોકો તીખું અને તળેલું વધારે ખાવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે.
શિયાળાની સિઝનમાં બેડ કોલેસ્ટ્રોલ એટલા માટે પણ ડબલ ઝડપથી વધવા લાગે છે, કારણ કે ઠંડીમાં કસરત સહિતની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે.
શિયાળાની સિઝનમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ડાયટમાં હાઈ ફાઈબર ફૂડ્સ, ફ્રેશ ફ્રૂટ્સ અને લીલા શાકભાજી સામેલ કરવાથી ફાયદો મળે છે. આ ઉપરાંત દરરોજ 40 મિનિટ સુધી વૉકિંગ, રનિંગ અથવા એક્સરસાઈઝ કરવી જોઈએ.