ડાયટમાં પલાળેલા ચણાનો સમાવેશ કરવાથી તમને આશ્ચર્યજનક અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા મળે છે.
પલાળેલા ચણામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ મળી આવે છે.
આજે અમે તમને જણાવીશું કે સવારે ખાલી પેટે ચણા ખાવાના શું ફાયદા છે અને ક્યા સમયે કેટલું ખાવું જોઈએ?
ચણામાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, તેથી તેનું નિયમિત સેવન કરવાથી સંધિવા જેવા હાડકાના રોગોના જોખમથી બચી શકાય છે.
બદલાતી ઋતુમાં ફિટ રહેવા માટે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે તમે પલાળેલા ચણાનું સેવન કરી શકો છો.
ફાઈબરથી ભરપૂર પલાળેલા ચણા ખાવાથી તમને ઓવર ઈટિંગથી બચાવે છે અને જલદી ભૂખ પણ નથી લાગવા દેતુ જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
જો તમે એનિમિયાથી પીડિત છો, તો તમારા આહારમાં ચણાને ચોક્કસપણે સામેલ કરો. તે આયર્નની ઉણપ દૂર કરી શકે છે.
પલાળેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જે લોહીમાં શર્કરાના સ્તરને સરળતાથી નિયંત્રિત કરે છે.
જો તમે સવારે ચણાનું સેવન કરી રહ્યા છો તો માત્ર મુઠ્ઠીભર ચણાનું સેવન કરવું. તેની સાથે તમે સ્પાઉટ લઈ શકો છો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.