શિયાળાની સિઝનમાં ગોળ અને બાજરી ખાવી સ્વાસ્થ્ય માટે વરદાનથી કમ નથી. આ બન્નેની તાસીર ગરમ હોય છે, જેથી ઠંડીની સિઝનમાં તેને ખાવાથી શરીર ગરમ રહે છે. જે તમને ઈન્ફેક્શનલ બીમારીઓથી બચાવે છે.
બાજરાના રોટલામાં ફાઈબર હોય છે, જેના કારણે તેને ખાવાથી કબજિયાતની સમસ્યા નથી થતી. આ સાથે જ ગોળથી પાચન સુધરે છે. જે શરીરમાં રહેલી ગંદકી બહાર કરી નાંખે છે.
બાજરીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, ફોસ્ફોરસ અને પ્રોટીન હોય છે. જ્યારે ગોળમાં આયરન, વિટામિન્સ, મિનરલ્સ વગેરે મળી આવે છે. આથી બાજરાના રોટલા સાથે ગોળ ખાવાથી શરીરમાં પોષક તત્વોની કમી નથી થતી.
બાજરાના રોટલા સાથે ગોળ ખાવાથી શરીરમાં આયરનની ઉણપ નથી થતી. જેનાથી શરીરમાં નબળાઈની સમસ્યા દૂર થાય છે અને શિયાળામાં થતી સાંધામાં સોજાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
બાજરાના રોટલા સાથે ગોળનું સેવન કરવાથી શિયાળામાં થતા મસલ્સ અને હાડકામાં દુખાવા જેવી સમસ્યામાં આરામ મળે છે. આ સાથે જ હાડકા પણ મજબૂત બને છે.
શિયાળામાં બાજરીના રોટલા અને ગોળ ખાવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. આ બન્નેમાં આયરન, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે.
બાજરી અને ગોળમાં રહેલા પોષક તત્વો હાર્ટ માટે પણ ખૂબ જ લાભદાયી મનાય છે. જેનાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ બન્ને કંટ્રોલમાં રહે છે.
જે લોકોને સાંધામાં દુખાવાની સમસ્યા રહેતી હોય, તેમના માટે બાજરાનો રોટલો અને ગોળ ફાયદેમંદ છે. શિયાળામાં તેનું સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યામાં મહદઅંશે આરામ મળે છે.