Cabbage: દરરોજ કોબી ખાવાથી શું થાય છે? જાણો


By Vanraj Dabhi03, Jan 2025 04:41 PMgujaratijagran.com

કોબી ખાઓ

શિયાળામાં કોબીજ ખૂબ જ સરળ મળી રહે છે. જો કે ઘણા લોકોને આ શાક પસંદ નથી હોતું, પરંતુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, કારણ કે તેમાં અન્ય શાકભાજી કરતાં વધુ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

વજન ઘટાડે

કોબીમાં અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી કરતાં ઓછી કેલરી હોય છે, જેના કારણે તેને ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે.

શ્વેત રક્તકણો ઉત્પન્ન કરે છે

કોબીજમાં વિટામિન્સ ઉપરાંત અન્ય ઘણા તત્વો પણ હોય છે, જે શ્વેત રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

હાડકાં મજબૂત કરે છે

કોબીજમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જેના કારણે તેના સેવનથી હાડકાં અને સ્નાયુઓ બંને મજબૂત થાય છે.

પાચન સુધારે છે

કોબીમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને અન્ય શાકભાજી કરતા ઓછી કેલરી હોય છે, તેથી તેનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્રની કામગીરીમાં સુધારો થાય છે.

રોગોનું જોખમ ઘટાડે

લીલા પાંદડાવાળા શાકભાજીમાં કોબી શ્રેષ્ઠ છે, જેનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને આ શાક હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

સોજાની સમસ્યામાં રાહત

નિયમિતપણે કોબીજ ખાવાથી સોજાની સમસ્યામાં પણ રાહત મળે છે. તેનાથી શિયાળામાં થતા સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.

સાવધાન

કોબીના પાંદડામાં ટેપવોર્મ્સ હોઈ શકે છે. આ કીડા શરીરમાં પ્રવેશ કરે છે, જે સ્વાસ્થ્યની સાથે-સાથે મગજ માટે પણ ખૂબ જ ખતરનાક છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Benefits of Guava: ફેટ કટરની જેમ કામ કરે છે જામફળ, આ રીતે ખાવાથી થોડા દિવસમાં વજનમાં દેખાવા માંડશે અસર