જામફળ એક લૉ કેલેરી ફ્રૂટ છે. જેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી તમે ઑવર ઈટિંગથી બચી જાવ છો. આ સાથે જ તેમાં ફાઈબર અને પ્રોટીન હોય છે, જે ડાઈઝેશનમાં સમય લે છે.
વૅટ લૉસ માટે તમે જામફળને સ્મૂધી તરીકે લઈ શકો છો. આ ઉપરાંત તમે જામફળનું જ્યૂસ, શેક અને ચટણી પણ બનાવીને લઈ શકો છે. જામફળને શેકીને ખાવાથી પણ સ્વાસ્થ્યને ચમત્કારિક ફાયદા થાય છે.
વજન ઉતારવા ઉપરાંત જામફળ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જે વિટામિન Cનો સારો સોર્સ મનાય છે.
ફાઈબર ગુણથી ભરપુર જામફળનું સેવન કરવાથી પેટ સાથે સંકળાયેલી સમસ્યા દૂર થઈ શકે છે. જે મળ ત્યાગની પ્રક્રિયાને પણ સરળ બનાવે છે.
ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર જામફળ ખાવાથી હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ મળે છે. આ સાથે જ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
આયરન અને ફૉલિક એસિડના ગુણથી ભરપુર જામફળ ખાવાથી બૉડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.