આ કુદરતી ઉપાયોથી સફેદ વાળ કાળા કરો


By Kisankumar Sureshkumar Prajapati03, Jan 2025 04:19 PMgujaratijagran.com

સફેદ વાળ

વાળનું સફેદ થવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. જો કે, ખોટી રીતે ખાવું પીવું, જીવનશૈલી અને તણાવના કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થાય છે.

સફેદ વાળ માટે ઉપાય

જો તમારા પણ વાળ સફેદ હોય તો કેટલાક કુદરતી ઉપાયો અને યોગ્ય આદતો અપનાવીને સફેદ વાળને ઘટાડી શકાય છે.

ડુંગળીનો રસ

ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે વાળને ગ્રે થતા અટકાવે છે અને તેને મજબૂત રાખે છે. ડુંગળીનો રસ વાળના મૂળમાં 25-30 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો.

મીઠો લીમડો અને નારિયેળ તેલ

સફેદ વાળને ઘટાડવા માટે નારિયેળના તેલમાં મીઠા લીમડાના પાનને ઉકાળો અને પછી તે ઠંડુ થઈ જાય પછી વાળના મૂળમાં માલિશ કરીને લગાવો.

કેમિકલ ફ્રી હર્બલ શેમ્પૂ

આજકાલ બજારમાં ઘણા પ્રકારના કેમિકલવાળા શેમ્પૂ મળે છે, જે વાળને બગાડે છે. તેથી, તમારે ફક્ત કેમિકલ મુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.

સ્વસ્થ આહાર

આજકાલ અસ્વસ્થ જીવનશૈલીના કારણે લોકો હેલ્ધી ડાયટ લેવાનું ભૂલી રહ્યા છે, જેના કારણે વાળ જલ્દી જ સફેદ થવા લાગે છે. માત્ર વિટામિન B12, આયર્ન, ઓમેગા અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

તણાવ ઓછો કરો

વાળ સફેદ થવાનું મુખ્ય કારણ તણાવ પણ છે. તેથી, તમારે તમારા રોજિંદા જીવનમાં કસરત, ધ્યાન અને યોગનો સમાવેશ કરવો જોઈએ. તણાવ ઓછો થવાથી વાળનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે.

આ 6 લોકોએ ન ખાવી જોઈએ મગફળી, જાણો આડઅસર