ખુલ્લા મોંઢે સૂવાથી શું થાય છે?


By Thakur Dharmendrasinh Dilipsinh10, Jan 2025 04:25 PMgujaratijagran.com

ખુલ્લા મોંઢે સૂવાની આદત

તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોને રાત્રે ખુલ્લા મોંઢે સૂવાની આદત હોય છે. પરંતુ આ આદતને કારણે, તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ખુલ્લા મોંઢે સૂવું

તેની તમારા સ્વાસ્થ્ય તેમજ દાંતના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આજે આ આર્ટિકલમાં આપણે રાત્રે ખુલ્લા મોંઢે સૂવાની આદતથી થતા નુકસાન વિશે જાણીશું.

હાર્ટ એટેકનું જોખમ

એક રિપોર્ટ મુજબ, જે લોકો રાત્રે ખુલ્લા મોંઢે સૂવે છે તેમને અન્ય લોકો કરતા હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે.

ખરાબ દાંતનું સ્વાસ્થ્ય

જ્યારે તમે ખુલ્લા મોંઢે સૂવો છો, ત્યારે તે લાળને સૂકવી નાખે છે. આ લાળને બનતા અટકાવે છે. આવી સ્થિતિમાં, મોંમાં બેક્ટેરિયા વધે છે.

અસ્થમાની સમસ્યા

ખુલ્લા મોંઢે સૂવાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે. આમ કરવાથી ફેફસાં વધુ શક્તિથી કામ કરવા મજબૂર થાય છે.

ફાટેલા હોઠ

ખુલ્લા મોંઢે સૂવાથી ઘણીવાર ફાટેલા હોઠની સમસ્યા થાય છે. ઉપરાંત, મોંમાં રહેલા પ્રવાહી સુકાઈ જવાને કારણે ખોરાક ગળવામાં મુશ્કેલી પડે છે.

મોંની દુર્ગંધ

મોંઢું ખુલ્લું રાખીને સૂવાની તમારી આદતને કારણે તમારે શ્વાસની દુર્ગંધનો સામનો કરવો પડી શકે છે.

સામાન્ય જાણકારી

આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. તમે આ માટે એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

Roast Ginger Benefits: શેકેલુ આદુ ખાવાથી શું થાય?