બાબુ ઈશ્વર શરણ હૉસ્પિટલના સીનિયર ફિઝિશિયન ડૉ. સમીરના જણાવ્યા પ્રમાણે, પેટની આસપાસ ફેટ જમા થવાના કારણે, કબજિયાત અને ગેસની સમસ્યા રહેવાના કારણે પણ લોકોની ફાંદ વધીને ફુગ્ગાની જેમ ફુલીને બહાર દેખાય છે. જેના કારણે સમયજતા અનેક ગંભીર બીમારી થઈ શકે છે.
શરીરમાં હોર્મોન્સ અસંતુલિત હોવાના કારણે પણ પેટની ચરબી વધવા લાગે છે અને ફાંદ ફુલીને બહાર નીકળવાની સમસ્યા થાય છે.
અનેક લોકોને લાંબા સમય સુધી કબજિયાત, અપચો, ગેસ અને બ્લોટિંગ જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યા રહે છે. જેના કારણે પણ પેટ બહારની તરફ લટકવા માંડે છે.
ઘણાં લોકો મોડી રાતે ભોજન કરતાં હોય છે. રાતે હેવી ફૂડ્સનું સેવન કરવાના કારણે પણ પેટમાં ફેટ જમા થાય છે અને ફાંદ બહાર દેખાવા લાગે છે.
નાસ્તામાં અનહેલ્ધી ફૂડ ખાવાના કારણે તેમજ લાંબા સમય સુધી ના ખાવાના કારણે પણ વજન વધવાની અને ફાંદ ફુગ્ગાની માફક ફૂલી જવાની સમસ્યા થાય છે.
ઘણી વખત લોકો જરૂરિયાત કરતાં વધારે પાણી પીવે છે અને લિક્વિડ ડાયટ લેતા હોય છે. જેના કારણે પણ લોકોને પેટ નીકળવાની અને વજન વધવાની સમસ્યા થઈ શકે છે.
કેટલીક વખત પેટમાં ઈન્ફેક્શનના કારણે પણ લોકોનું પેટ ફુલી જતું હોય છે. આવી સ્થિતિને ઈગ્નોર કર્યાં વિના તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ.