અત્યારના સમયમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે. એવામાં હાર્ટ એટેક આવતા પહેલા શરીર અનેક પ્રકારના સંકેત આપે છે. જેને નજરઅંદાજ કરવાની ભૂલ તમને ભારે પડી શકે છે.
હાર્ટ એટેક આવતા પહેલા અનેક લોકોને આંખે ધુંધળું દેખાવા લાગે છે. આવું ખરાબ બ્લડ સર્ક્યુલેશનના કારણે થતું હોય છે.
જો તમારી આંખમાં કિક્કીની આસપાસનો સફેદ ભાગ પીળો પડી રહ્યો હોય, તે તમારા કૉલેસ્ટ્રોલ વધવાનો સંકેત હોઈ શકે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવું હાર્ટ માટે ખતરનાક મનાય છે.
જો તમને આંખની નીચે સોજા આવતા હોય, તો તે હાર્ટ સબંધિત બીમારીનો સંકેત હોઈ શકે છે. આથી ભૂલથી પણ તેને ઈગ્નોર ના કરશો અને તાત્કાલિક તબીબનો સંપર્ક સાધો.
આંખોમાં અચાનક તીવ્ર દુખાવો ઉપડવો અથવા આંખો ખેંચાતી હોય તેમ લાગે તો તે પણ બ્લડ પ્રેશર વધવાની અને હાર્ટ સાથે સંકળાયેલી બીમારીઓનો ખતરો હોઈ શકે છે.
હાર્ટ એટેક આવતા પહેલા ઘણાં લોકોની આંખો વારંવાર ઝપકે છે. જે હાર્ટ સાથે સંકળાયેલી બીમારીનો સંકેત હોઈ શકે છે.
જો તમને ઉપર જણાવ્યા મુજબના કોઈ લક્ષણ જણાય, તો તરત જ તબીબની સલાહ લેવી જોઈએ.