આમળા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. જેમાં વિટામિન C, કેલ્શિયમ, આયરન, ફાઈબર અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જો કે કેટલાક લોકોએ આમળાનું જ્યૂસ પીવાથી બચવું જોઈએ.
આમળાના જ્યુસનું સેવન કરવાથી બ્લડ સુગર લો થઈ જાય છે. આથી જે લોકોનું સુગર લેવલ પહેલાથી જ લૉ રહેતું હોય, તેમણે આમળાનું જ્યુસ ના પીવું જોઈએ.
આમળા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે. જો કે બ્લડ પ્રેશર થવા પર આમળાનું જ્યુસ પીવાથી બચવું બહેતર છે.
આમળાનું નેચર એસિડિક હોય છે. આથી આમળાનું જ્યુસ પીવાથી એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.
જો આપને કિડનીની સમસ્યા રહેતી હોય, તો તમારે આમળાનું જ્યૂસ ના પીવું જોઈએ, કારણ કે તેનાથી કિડની પર માઠી અસર થાય છે.
દાંતનો સડો થવા પર આમળાનું જ્યૂસ પીવાથી બચવું જોઈએ. આમળા ખાવાથી કે તેનું જ્યૂસ પીવાથી દાંતોના ઈનેમલને નુકસાન પહોંચી શકે છે.
આમળાનું જ્યુસ કુદરતી રીતે પાચન તંત્રને ઠીક કરે છે. જો કે ડાયેરિયા અને વારંવાર પેટ ખરાબ રહેતું હોય, તો આમળાનું જ્યૂસ પીવાથી સમસ્યા વકરી શકે છે. એવામાં તબીબની સલાહ લેવી જોઈએ.
ગર્ભવતી મહિલા તેમજ સ્તનપાન કરાવતી માતાઓ માટે આમળાનું જ્યુસ સુરક્ષિત નથી મનાતું. એવામાં આવી સ્ત્રીઓએ આમળાનું જ્યુસ પીતા પહેલા તબીબની સલાહ લેવી જોઈએ.