Rice Side Effects: ભાત કોને ના ખાવા જોઈએ?


By Sanket M Parekh03, Apr 2025 04:14 PMgujaratijagran.com

ભાત અર્થાત ચોખા

મોટાભાગના ભારતીય ઘરોમાં ભાત અર્થાત ચોખા ખાવા સામાન્ય છે. જો કે કેટલીક સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓમાં કેટલાક લોકોએ ભાત ખાવાથી બચવું જોઈએ.

ડાયાબિટીસની સમસ્યા

ડાયાબિટીસના દર્દીઓએ ભાત બિલકુલ ના ખાવા જોઈએ. ચોખાનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ખૂબ જ ઉચ્ચ હોય છે, જેના પરિણામે બ્લડમાં સુગરનું લેવલ એકદમ જ વધી જાય છે.

વજન વધવું

વજન વધવાની સમસ્યા હોય, તો ભાત ખાવાનું એકદમ ઓછું કરી દેવું જોઈએ. ચોખામાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરમાં ફેટ તરીકે જમા થઈ શકે છે. જેના પરિણામે વજન એકદમ વધવા માંડે છે.

નબળું પાચન તંત્ર

જે લોકોનું પાચન તંત્ર નબળું હોય, તેમના માટે ચોખા ખાવા યોગ્ય નથી માનવામાં આવતા. ભાત ધીરે-ધીરે પચે છે, જેના પરિણામે પેટ ભારે લાગવું અને ગેસની સમસ્યા વકરી શકે છે.

પેટમાં ચૂંક અને અપચો

જો કોઈને કારણ વિના પેટમાં ચૂંક કે અપચા જેવી સમસ્યા રહેતી હોય, તો તેમણે પણ ભાત ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. ખાસ કરીને સફેદ ચોખા, કારણ કે તે પચવામાં વધારે સમય લે છે.

યુરિક એસિડની સમસ્યા

વધારે પડતા ભાત ખાવા એવા લોકોને નુકસાન પહોંચાડી શકે છે, જેમનામાં યુરિક એસિડ વધારે પ્રમાણમાં હોય. આ એસિડ શરીરમાં જમા થઈ શકે છે, જેનાથી સંધિવાની સમસ્યા થઈ શકે છે.

ગ્લૂટેન એલર્જી

ગ્લુટેન એલર્જી થવા પર ભાત ખાવા સુરક્ષિત છે, પરંતુ સફેદ ચોખા કરતાં બ્રાઉન રાઈસને ખાવા વધુ હિતાવહ રહેશે.

હાર્ટ સબંધિત સમસ્યા

જો કોઈને હાર્ટ સબંધિત સમસ્યા રહેતી હોય, તો તેમણે બને ત્યાં સુધી ભાત ઓછા ખાવા જોઈએ. વધારે પડતા ભાત ખાવાથી કૉલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને અસર કરી શકે છે.

એસિડ રિફ્લક્સની સમસ્યા

પેટમાં બળતરા કે એસિડ રિફ્લક્સની સમસ્યામાં ભાત ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. ચોખા પેટમાં એસિડનું પ્રોડક્સન વધારી શકે છે.

કિડનીની સમસ્યા

કિડની સબંધિત સમસ્યાથી પીડિત લોકોએ પણ ભાત ખાવાથી બચવું જોઈએ. ચોખામાં ફાસ્ફોરસ અને પોટેશિયમ વધારે હોય છે, જે કિડનીને અસર કરી શકે છે.

Tulsi Leaves: તુલસીના પાન ખાવાથી શું નુકસાન થાય?