Tulsi Leaves: તુલસીના પાન ખાવાથી શું નુકસાન થાય?


By Sanket M Parekh03, Apr 2025 04:09 PMgujaratijagran.com

આયુર્વેદિક ઔષધી

તુલસીના પાનને આયુર્વેદમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે તુલસીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે, પરંતુ જો ખોટી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે હાનિકારક નીવડી શકે છે. તો ચાલો જાણીએ તુલસીના પાન ચાવવાથી સ્વાસ્થ્યને શુ-શુ નુકસાન થાય

પેટમાં બળતરા

તુલસીના પાનમાં હાઈ લેવલ એસિડ હોય છે, જે કેટલાક લોકોને પેટમાં બળતરા, એસિડિટી અને અપચા જેવી સમસ્યા સર્જી શકે છે. વધારે તુલસીના પાન ખાવાથી પેટમાં ચૂંક અને ગેસ બનવાની સમસ્યા વકરી શકે છે.

પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે

પ્રેગ્નેન્ટ મહિલાઓએ વધારે તુલસીના પાન ના ખાવા જોઈએ. તુલસીમાં એવા કેટલાક તત્વો હોય છે, જે પ્રીમેચ્યોર ડિલિવરીનું કારણ બની શકે છે.

લોહી ગંઠાઈ જવું

તુલસીના પાનમાં લોહી ગંઠાઈ જાય તેવા ગુણધર્મો રહેલા હોય છે. આથી એવા લોકો માટે તુલસીના પાન ખાવા નુકસાનકારક છે, જેઓ લોહી પાતળું કરવાની દવા લેતા હોય.

સુગર લેવલ પર અસર

તુલસીના પાનમાં બ્લડ સુગરને ઓછું કરવાની ક્ષમતા હોય છે. જો કે વધારે પડતા પાન ખાવામાં આવે, તો સુગર લેવલ એકદમ ઘટી શકે છે. જે ડાયાબિટીશના દર્દીઓ માટે જીવલેણ નીવડી શકે છે.

કિડની પર અસર

જો કોઈ વ્યક્તિને પહેલાથી જ કિડની સબંધિત સમસ્યા હોય, તો તેમણે તુલસીના વધારે પાન ના ખાવા જોઈએ, કારણ કે તેનાથી કિડની પર દબાણ પડી શકે છે અને આગળ જતાં તે ડેમેજ થવાની શક્યતા વધી જાય છે.

બ્લડ પ્રેશરમાં ફેરફાર

તુલસીના પાન બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે, પરંતુ જો વધારે પડતા પાન ખાવામાં આવે, તો બ્લડ પ્રેશર ઝડપથી લૉ થઈ જાય છે, જે જીવલેણ નીવડી શકે છે.

દવાઓની ઓછી અસર

જો તમે કોઈ પ્રકારની દવા લઈ રહ્યા હોવ, તો એવામાં તુલસીના વધારે પાન ચાવવાથી દવાની અસર ઓછી થઈ શકે છે. જેના પરિણામે તુલસી અને દવાના રિએક્શનથી સમસ્યા થઈ શકે છે.

રોજ 1 કપ કારેલાનો રસ પીશો તો શું થશે?