મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયનની એક લોકપ્રિય વાનગી છે, જેમાં બટેટાનું મસાલેદાર પુરણ ભરેલી ક્રિસ્પી ઢોસા હોય છે અને તે ગરમાગરમ સાંભાર અને ચટણી સાથે પીરસાય છે, જેને તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો.
ચોખા, અડદ દાળ, મેથી, મીઠું,બાફેલા બટાકા, ડુંગળી, રાઈ, જીરું, હળદર, લીમડો, લીલા મરચાં, કાજુ (વૈકલ્પિક), મીઠું, ધાણા.
ચોખા, અડદ દાળ અને મેથીને અલગ-અલગ પલાળીને પીસી લો. બંને મિશ્રણને ભેળવીને આથો આવવા દો
હવે બને પીસેલી દાળને ચોખાના મિશ્રણને બરોબર મિક્સ કરી લો. તૈયાર મિશ્રણને 3-5 કલાક ઢાંકણ ઢાંકી બંધ કરી ગરમ જગ્યાએ મુકી દો. જેથી એમાં આથો આવી જાય.
ઢોસાની સાથે બટાકાનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો. આ પછી તેમાં રાઈ, મીઠો લીમડોને લીલા મરચા નાખી થોડીક મિનિટ સાંતળો.
આ પછી એમાં ડુંગળી, હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખી મિક્સ કરોને બટાકા નો મસાલો તૈયાર થઇ જશે.
હવે ગેસ પર એક નોન સ્ટિક પેન ગરમ કરવા મૂકો.
ગરમ તવા પર ખીરું પાથરીને પાતળું ફેલાવો.કિનારીઓ પર ઘી/માખણ લગાવો.
ક્રિસ્પી થાય એટલે વચ્ચે બટાકાનું પુરણ મૂકી ઢોસાને વાળી લો.
આ ઢોસાને ગરમાગરમ સાંભાર અને નારિયેળની ચટણી સાથે પીરસો.