ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવાય છે. મકર સંક્રાતિ એટલ ધાર્મિક અને સામાજીક તહેવાર છે, જે ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવાય છે.
ગુજરાતમાં ઉત્તરાયણ પર પતંગ ઉડાવવાની પરંપરા છે. 14 જાન્યુઆરીના બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉજવાય છે, ત્યારે પણ પતંગ ચગાવાય છે. આમ ગુજરાતમાં મકર સંક્રાતિનો પર્વ બે દિવસ સુધી ધામધૂમથી ઉજવાય છે.
ઉત્તરાયણનો તહેવાર માત્ર પતંગબાજી માટે જ નહીં, પણ સ્વાદિષ્ટ વાનગીઓ માટે પણ જાણીતો છે. અહીં એવી 8 પરંપરાગત વાનગીઓ છે જેના વગર તમારી મકર સંક્રાંતિ અધૂરી ગણાય:
ઊંધિયું ગુજરાતની પ્રખ્યાત વાનગી છે, જે ઉત્તરાયણ પર બનાવવાય છે. વિવિધ પ્રકારના લીલા શાકભાજી માંથી બનતું ઊંધિયું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. ઊંધિયું વગર ઉત્તરાયણ અધુરી માનવામાં આવે છે.
ઉત્તરાયણ પર તલની ચીકી ખાવામાં આવે છે. તલ અને ગોળની તાસીર ગરમ હોય છે, જે શિયાળામાં ઠંડી સામે શરીરનું રક્ષણ કરે છે. આથી ઉત્તરાયણ પર તલની ચીકી, તલના ગાડુ કે તલનું કચરિયું બનાવી ખાવામાં આવે છે.
ઉત્તરાયણ પર સીંગની ચીકી પણ બને છે. પ્રોટીન અને હેલ્ધી ફેટથી ભરપૂરથી સીંગદાણા અને ગોળ માંથી બનેલી ચીકી ખાવામાં બહુ જ સ્વાદિષ્ય હોય છે.
મમરાના લાડુ દરેક વ્યક્તિએ નાનપણમાં ખાધા જ હશે, મમરામાં ગોળ નાંખીને બનેલા લાડુ ખાવાની મજા જ અલગ હોય છે.
ઉત્તરાયણ પર ખીચડો ખાવાની પરંપરા છે. ચોખા, વિવિધ દાળ, મરી મસાલા, ઘી અને ગોળ માંથી બનેલો ખીચડો શરીરને પોષણ આપે છે.
ગુજરાતમાં ઉત્તરાયણ પર ઊંધિયું સાથે જલેબી ખાવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં શુદ્ધ ઘીમાં બનેલી ગરમાગરમ જલેબીનો સ્વાદિષ્ટ અદભુત લાગે છે.
રતાળુ એક કંદમૂળ છે, જે દેખાવામાં શક્કરિયા જેવું હોય છે. રતાળુ શિયાળામાં આવે છે. રતાળુ માંથી ચિપ્સ, ભજીયા અને વડા પણ બને છે.
ધાબા પર પતંગની ખેંચતાણ વચ્ચે શેરડીના ગંડેરી અને લાલ-ચટ્ટક બોર ખાવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.