શિયાળામાં જામફળ પુષ્કળ જોવા મળે છે. આ સિઝનમાં કંઇક અલગ ટ્રાય કરવા માંગતો હોય તો તમે જામફળું શાક બનાવીને ખાઇ શકો છો.
જામફળ, તેલ, જીરું, લાલ મરચું પાઉડર, હળદર, જીરુ, હિંગ, ખાંડ કે ગોળ, ગરમ મસાલો, મીઠું.
જામફળનું શાક બનાવવા માટે સૌ પ્રથમ જામફળને ધોઇ લો. આ પછી બીયા વાળો ભાગ કાઢી ને સમારી લો.
એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને હિંગ નાખો. તે તતડે પછી જામફળ નાખો.
જામફળ નાખ્યા પછી લાલ મરચુ, મીઠું, હળદર નાખો અને ઢાંકણ ઢાંકી દો. 10 મિનિટ પછી શાકમાં જરૂર મુજબ ગોળ નાખો. ઢાંકણ ઢાંકી દો અને શાકને ચડવા દો.
થોડીવાર પછી શાકને હલાવીને ચેક કરી લો કે શાક ચડી ગયું છે કે નહીં. જામફળ કાચા લાગે તો તમે ફરીથી એને ચડવા દો.
આ પછી ગરમ મસાલો નાખો અને પછી એક મિનિટ માટે શાક ચડવા દો અને પછી ગેસ બંધ કરી દો. આ રીતે જામફળનું શાક તૈયાર થઇ જશે.
તમે રોટલી કે પરાઠા સાથે જામફળનું શાક સર્વ કરી શકો છો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જગરણ વાંચતા રહો.