પલાળેલી ચણાની દાળ,મીઠું,હળદર,હિંગ,ઈનો,તેલ,પાણી,સાકર,રાઈ,આદુ,મીઠો લીમડો,લીંબુનો રસ,કોથમરી,દાડમના દાણા,ઝીણી સેવ,કાજુ.
પલાળેલી ચણાની દાળને એક મિક્સર જારમાં નાખી તેમાં થોડું પાણી ઉમેરીને અધકચરું વાટી લો.
હવે વાટેલી દાળમાં મીઠું, હળદર, હિંગ, ઇનો અને એક મોટી ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં વાટેલી ચણાની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેમાં સાકર ઉમેરી મિક્સ કરો.
હવે વઘારીયા તેલ ગરમ કરી તેમાં કાજુ તળીને એક પ્લેટમાં કાઢી લો અને તે જ તેલમાં રાઈ, મીઠો લીમડો, આદુ મરચા ઉમેરીને વઘાર તૈયાર કરો.
હવે તૈયાર કરેલ વઘારને ખમણના ભૂકામાં ઉમેરીને તેના પર લીંબુનો રસ અને કોથમીર ગાર્નિશ કરી લો.
હવે એક સર્વિંગ પ્લેટમાં ખમણનો વઘારેલો ભૂકો લો અને તેની ઉપર સેવ,દાડમ,કાજુ નાખી ચટણી સાથે સર્વ કરો.