કેમિકલ ફ્રી મટકા કુલ્ફી ઘરે બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી


By Dimpal Goyal29, Mar 2026 02:14 PMgujaratijagran.com

મટકા કુલ્ફી

ઉનાળો આવે ત્યારે નાનથી લઈને મોટાઓને આઇસ્ક્રીમ ખાવાનું મન થાય છે ત્યારે બજારની નુકસાનકારક આઈસ્ક્રીમ ટાળીને ઘરે જ સ્વાદિષ્ટ અને કેમિકલ ફ્રી મટકા કુલ્ફી બનાવો.

સામગ્રી

2 લીટર દૂધ, કાજુ-બદામ-પિસ્તા, ઈલાયચી પાઉડર, કેસર, ખાંડ અને માટીના કુલ્લડ લો.

દૂધ ઉકાળવું

સૌથી પહેલાં 2 લીટર દૂધને ધીમા તાપે ઉકાળીને બળીને અડધું થઈ જાય ત્યાં સુધી ગરમ કરો.

ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા

દૂધમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટનો પાઉડર કરીને ઉમેરો અને દૂધ ઉકાળો.

સ્વાદ ઉમેરવો

આ મિશ્રણમાં અડધી ચમચી ઈલાયચી પાઉડર અને થોડા કેસરના તાંતણા નાખીને દૂધને ગરમ કરો.

ખાંડ ઓગાળવી

બીજી તરફ એક પેનમાં ખાંડને ગરમ કરી, તેને સંપૂર્ણપણે ઓગાળી લો.

મિશ્રણ ભેગું કરવું

ઓગાળેલી ખાંડને ઉકળતા દૂધના મિશ્રણમાં ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી લો.

ફ્રીઝરમાં સેટ કરવું

મિશ્રણ ઠંડુ પડે એટલે નાના કુલ્લડમાં ભરી, ફ્રીઝરમાં સેટ થવા રાખી મટકા કુલ્ફી તૈયાર કરો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેંગો લસ્સી બનાવવાની રીત