ઉનાળાની સિઝનમાં કેરીઓ ખાવાની ઘણી મજા આવે છે. આ ગરમીમાં ઘરે જ મેંગો લસ્સી બનાવવાની સૌથી સરળ રીત અહીં છે.
પાકેલી કેરી, ખાંડ, આઇસ ક્યુબ, મોળું દહીં, પાણી કે દૂધ, એલાઇચી પાઉડર, ડ્રાયફ્રૂટ્સ.
એક પાકેલી કેરીની છાલ ઉતારી, ગોટલી કાઢી તેના નાના ટુકડા કરી લો.
બ્લેન્ડરના જારમાં કાપેલી કેરી, ખાટું ન હોય તેવું સાદું દહીં અને પાણી નાખો.
મિશ્રણ મુલાયમ અને ક્રીમી થાય તથા કેરીનાં ટુકડા ન રહે ત્યાં સુધી તેને બરાબર પીસો.
હવે તેમાં ખાંડ અને એલાઇચીનો પાઉડર નાખો, જરૂર હોય તો પાણી ઉમેરી ફરી 1 મિનિટ પીસી લો.
તૈયાર લસ્સીને સર્વિંગ ગ્લાસમાં કાઢો અને કાપેલા ડ્રાયફ્રૂટ્સથી સજાવીને ઠંડી-ઠંડી પીરસો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.