આજના મોંઘવારી વાળા યુગમાં આવત કર્તા ખર્ચા વધુ થતા જાય છે. આવામાં બચત કરવી ખુબ જ મુશ્કેલ બની જાય છે.
દરેક વ્યક્તિ વિચારતી હોય છે કે, તે પોતાનું મકાન, ગાડી અને બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રાખી શકે. આ માટે લોકો સેવિંગ કરવાનું ચાલુ કરે છે.
સૌ પ્રથમ ઘરનું બજેટ બનાવો. તમારા આખા મહિનાનો કેટલો ખર્ચો છે અને શેની જરૂરી છે.
ઘરના ખર્ચા પર પુરતુ ધ્યાન આપો. કેવા પ્રકારનો ખર્ચો થઈ રહ્યો છે, કોઈ ફાલતુ ખર્ચો તો નથી કરી રહ્યા ને.
ઘણી વખત આપણે નકામી વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ. આવી બાબતથી બચો.
બચત કરવાની રકમ નક્કી કરી રાખો. એક અલગ એકાઉન્ટ અથવા કોઈ ફંડ બનાવો. જમાં દર મહિને એક ફિક્સ રકમ જમા કરો.
ડિજિટલ જમાનામાં હવે ઓનલાઈન પેમેન્ટ તાત્કાલિક થઈ જાય છે. પરંતુ તેમાં ખર્ચો વધુ થાય છે, તે ઓછુ કરો.
આજકાલ લોકો કપડા અને ખાવાની વસ્તુઓ પર વધુ ખર્ચ કરે છે. તે જરૂરી હોય તો કરો તેને કરવાથી બચો.
આવી રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.