સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવા છતાં, શું તમે જાણો છો કે કેટલાક લોકોએ મગફળી ખાવાથી સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.
મગફળીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, હેલ્ધી ફેટ, ફાઈબર અને ફેટી એસિડ જેવા ઘણા જરૂરી તત્વો મળી આવે છે.
મગફળીમાં લેક્ટીન હોય છે.આનાથી સંધિવાના દર્દીઓમાં દુખાવો અને સોજો વધી શકે છે.
મગફળીમાં કેલરી અને ચરબી ભરપૂર માત્રામાં હોય છે , જેનાથી વજન વધવાની શક્યતા વધી જાય છે .
મગફળીમાં એસિટિક તત્વ જોવા મળે છે, જે પેટમાં કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓનું કારણ બને છે.
મગફળીના વધુ પડતા સેવનથી શરીરમાં સોજો, ખંજવાળ અને ફોલ્લીઓ થઈ શકે છે.
મગફળીમાં સોડિયમ વધુ હોય છે . તેથી બ્લડ પ્રેશરના દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ.
જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ છે, જેમ કે પેટ ફૂલવું, પેટમાં દુખાવો, તો મગફળીનું સેવન કરવાનું ટાળો. મગફળીના સેવનથી પાચનક્રિયા પર વિપરીત અસર થાય છે.
મગફળી ખાવાથી શરીરમાં અફલાટોક્સિનનું પ્રમાણ વધે છે. આ એક હાનિકારક પદાર્થ છે જે લીવરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
મગફળીમાં હાજર ઉચ્ચ પ્રોટીન તત્વ શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારી શકે છે. તેથી આર્થરાઈટિસ કે હાઈપરયુરિસેમિયાની સમસ્યા હોય તેમણે મગફળીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.