Fennel Water: વરિયાળીનું પાણી પીવાના ફાયદા


By Vanraj Dabhi17, Oct 2024 10:37 AMgujaratijagran.com

વરિયાળીનું પાણી

વરિયાળીનું પાણી પીવાથી આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો મળે છે. આવો જાણીએ તેના ફાયદા અને તેનું સેવન કરવાના યોગ્ય સમય વિશે.

ડાયાબિટીસ નિયંત્રણ

વરિયાળીમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ હોય છે જે ડાયાબિટીસ (બ્લડ શુગર) ઘટાડવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

વરિયાળીમાં વિટામિન A હોય છે, તેથી તેનું સેવન કરવાથી આંખોની રોશની સુધારવાની સાથે આંખના ચેપથી પણ રક્ષણ મળે છે.

દાંત અને પેઢા

વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શ્વાસની દુર્ગંધ દૂર કરવાની સાથે દાંત અને પેઢાને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.

ત્વચા માટે ફાયદાકારક

વરિયાળી ત્વચાને કોમળ અને ચમકદાર બનાવે છે. તેનું સેવન કરવાથી ખીલ અને ડાઘ ઘટાડી શકો છો.

વાળ માટે ફાયદાકારક

વરિયાળી વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. વાળ ખરતા અટકાવવામાં પણ તે મદદરૂપ છે.

પાચન સુધારે છે

વરિયાળી પેટમાં ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

વજન ઘટાડવામાં મદદ કરે

વરિયાળીમાં એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે જે મેટાબોલિઝમને તેજ કરે છે, તેથી તેનું સેવન કરવાથી વધતા વજનને ઘટાડી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

વરિયાળીમાં વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

કેવી રીતે બનાવવું?

એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને ઉકાળી પછી થોડીવાર ઠંડું કરી તેને ગાળીને સેવન કરો, તમે ઈચ્છો તો તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

સેવન કરવાનો યોગ્ય સમય

રાત્રે સૂતા પહેલા વરિયાળીનું પાણી પીવું શ્રેષ્ઠ છે. જો તમને કોઈ રોગ હોય તો તમે તેને દિવસ દરમિયાન પણ પી શકો છો.

વાંચતા રહો

કોઈપણ ગંભીર રોગ હોય તો ડૉક્ટરની સલાહ લો, સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પોટેશિયમથી ભરપૂર આ ખોરાક ખાઓ, હાઈ બીપીની સમસ્યા ઓછી થશે