શિયાળામાં હેલ્ધી રહેવા માટે ઘણા લોકો સરગવાનું સેવન કરતા હોય છે, પરંતુ સરગવાના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.
આજે અમે તમને સરગવાના પાંદડાનો ઉપયોગ કરવાની રીત અને તેના ફાયદા વિશે જણાવીશું.
સરગવાની શીંગોમાંથી તમે જ્યૂસ, બાફીને ખાઈ શખાય, શાક, પરાઠા વગેરે વાનગીઓ બનાવી શકાય છે.
સરગવાના પાનમાં એન્ટી બાયોટીક, એન્ટી ઈમ્ફલેમેટરી, એન્ટી કેન્સર, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન એ,સી અને આયર્ય પણ હોય છે.
સરગવાના પાનમાં એન્ટી બાયોટીક અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાના પાન દવા જેમ ઉપયોગી છે. બ્લડ સુગરના દર્દીઓએ ડાયટમાં ચોક્કસ સામેલ કરવા જોઈએ.
સરગવાના પાન પેટમાં કબજીયાત, સોજો, ગેસ સહિતની સમસ્યામાં રાહત આપે છે. તે પાચન ક્રિયાને માટે ખૂબ જ લાભદાયક છે.
સરગવાના પાનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનુ સ્તર વધવાથી શરીરમાં થતી સમસ્યાઓનો ખતરો ટાળે છે.
સરગવાના પાનની ચટણી બનાવીને તેનો ઉયગો ઘરમાં રસોઈ દરમિયાન દાળ, ભાત અને ઢોંસામાં પણ કરી શકો છો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.