દૂધ,માવો (ખોયા),પનીર ,ગાજર (છીણેલું), ડ્રાય ફ્રૂટ્સ
સૌથી પહેલા ગાજરને છીણી લો અને પનીર તેમજ માવાને હાથેથી મસળી અથવા છીણીને તૈયાર રાખો.
એક જાડા તળિયાવાળી કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં છીણેલા ગાજરને 5-7 મિનિટ સુધી શેકો.
હવે તેમાં ફૂલ ક્રીમ દૂધ ઉમેરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર પકાવો.
જ્યારે દૂધ બળી જાય, ત્યારે તેમાં છીણેલું પનીર અને માવો ઉમેરી બરાબર મિક્સ કરો.
સ્વાદ મુજબ ખાંડ ઉમેરો. ખાંડ પાણી છોડશે, એટલે ફરીથી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
છેલ્લે તેમાં એલચી પાવડર અને કેસરવાળું દૂધ (વૈકલ્પિક) ઉમેરો. પછી કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસને ઘીમાં સાંતળીને હલવા ઉપર ઉમેરો.
હલવો કડાઈની કિનારી છોડવા લાગે અને ઘી છૂટું પડે એટલે ગરમાગરમ સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.