ઉનાળામાં જો તમે રોજનું સાદું રાયતું ખાઈને કંટાળ્યા હોવ, તો આ પહાડી સ્ટાઈલ રાયતું તમારા ભોજનનો સ્વાદ બમણો કરી દેશે.
કાળી રાઈ, પીળી રાઈ, જીરું, લસણ, આદુ, લીલા મરચા,લાલ મરચાં, ડુંગળી, લીલા ધાણા, ખીરા કાકડી, મીઠું અને દહીં.
ખલમાં કાળી-પીળી રાઈ, જીરું, લસણ, આદુ, મરચાં, ડુંગળી અને ધાણા ઉમેરી અધકચરું ખાંડીને પેસ્ટ બનાવી લો.
ખીરા કાકડીને બરાબર ધોઈ લો અને તેને ખમણીની મદદથી ખમણી લો.
એક મોટા બાઉલમાં તાજું દહીં લઈ તેને ફેંટી લો.
દહીંમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટ અને ખમણેલી કાકડી ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો.
પહાડી રાયતામાં રાઈનો મુખ્ય સ્વાદ હોય છે, જે ગરમીમાં પાચન માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.