મેંદો, તેલ, બેકિંગ પાવડર, બાફેલા છૂંદેલા બટાકા, પનીર, સમારેલી કોથમીર, ખમણેલું આદુ, ઝીણું સમારેલું લીલું મરચું, શેકેલું જીરું, ક્રશ કરેલા કોથમીરના બીજ, મીઠું, લાલ મરચું પાઉડર, ઘી, દહીં, પાણી.
એક બાઉલમાં મેંદો લો. તેમાં મીઠું, દહીં અને બેકિંગ પાવડર ઉમેરો. થોડું થોડું પાણી નાખીને નરમ લોટ બાંધો.
બાંધેલા લોટમાં 2 ચમચી તેલ નાખી ફરી મસળી લો. ત્યારબાદ તેને 1 કલાક માટે ઢાંકીને રહેવા દો જેથી કુલચા સોફ્ટ બને.
એક વાસણમાં બાફેલા બટાકા અને પનીરને છીણી લો. તેમાં સમારેલી ડુંગળી, આદુ, મરચાં અને કોથમીર ઉમેરો.
સ્ટફિંગમાં શેકેલું જીરું, ક્રશ કરેલા ધાણા, લાલ મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
લોટમાંથી મીડિયમ સાઈઝના લુઆ બનાવો. તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને બરાબર સીલ કરી દો અને હળવા હાથે વણી લો.
વણેલા કુલચા પર સહેજ પાણી લગાવી તેના પર કલૌંજી (કાળા તલ) અને સમારેલી કોથમીર છાંટીને સહેજ દબાવી દો.
તવો ગરમ કરી તેના પર ૧/૪ કપ જેટલું પાણી છાંટો. વરાળ થાય એટલે તરત કુલચો મૂકી તેને ઢાંકી દો.
પાણી સુકાઈ જાય અને નીચેનો ભાગ સોનેરી થાય એટલે કુલચા પર ઘી કે બટર લગાવો. બીજી બાજુ પલટાવીને બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી શેકો.
ગરમાગરમ અને ક્રિસ્પી કુલચા તૈયાર છે! તેને મસાલેદાર છોલે અને ડુંગળી સાથે સર્વ કરો.